‘બેસ્ટે’ કર્મચારીઓને પગારમાં દસ રૂપિયાના સિક્કા આપ્યા
મુંબઈ, તા. 21 : ‘બેસ્ટ’ના 30 હજાર કન્ડક્ટરો - ડ્રાઈવરોને ગુરુવારે પગાર કેવી રીતે ઘેર લઈ જવો એવો પ્રશ્નો થયો હતો, કારણ કે દરેકને પગારમાં પાંચ રૂપિયા, દસ રૂપિયાના સિક્કામાં ચૂકવવામાં આવ્યા હતા. ‘બેસ્ટ’ દ્વારા આવી રીતે પગાર ચૂકવવામાં આવતા કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે અને તેઓ આને પોતાનું અપમાન માની રહ્યા છે.

વાસ્તવમાં ‘બેસ્ટ’ પાસે 1 કરોડ 30 લાખ રૂપિયાની રોકડ છે જેમાં દસ રૂપિયાના સિક્કા પણ છે. આ નાણાં રિઝર્વ બૅન્ક સહિત અન્ય બૅન્કોએ સ્વીકાર્યા ન હતા અને ‘બેસ્ટ’ની તિજોરીમાં પણ તે રાખવા જગ્યા ન હોઈ આ રીતે તેનો ‘બોજો હલકો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.