અકસ્માતમાં ગૃહિણી જખમી
મુંબઈ, તા. 17 : શ્રીમતી હંસા રાજેશ હેલિયા (37) ગઈકાલે મહાલક્ષ્મી રેસકોર્સ પાસેથી જઈ રહ્યાં હતાં ત્યારે એક કાર તેમને પટકી પાડી ભાગી ગઈ હતી. ગૃહિણી ગંભીર રીતે જખમી થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગામદેવી પોલીસ સ્ટેશને ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે. કોઈની ધરપકડ થઈ નથી.