કાંદાના ભાવોમાં કડાકો
નવી મુંબઈ, તા. 13 : વાશીસ્થિત એપીએમસી માર્કેટમાં નવા કાંદાની આવકો શરૂ થઈ ગઈ હોઈ પુરવઠો વધવાને કારણે કાંદાના ભાવમાં પાંચથી 10 રૂપિયાનો કડાકો સર્જાયો છે તેથી હોલસેલ બજારમાં 15 રૂપિયે કિલો કાંદા વેચાઈ રહ્યા છે.

આમ ટમેટાંને પગલે કાંદાના ભાવમાં પણ ઘટાડો થવાને કારણે ગ્રાહકોને દિલાસો સાંપડયો છે.