પંજાબમાં ચોખાનું ઉત્પાદન સાત ટકા વધ્યું
મુંબઈ, તા. 20 : સરકારી સ્ટોકમાં સૌથી વધુ ધાન આપનાર રાજ્ય પંજાબમાં આ વર્ષે ચોખાનું ઉત્પાદન વધીને નોંધપાત્ર સ્તરે પહોંચ્યું છે.

પંજાબ કૃષિ વિભાગના ત્રીજા આગોતરા અંદાજ મુજબ આ વર્ષે રાજ્યમાં ચોખાનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ સાત ટકા વધ્યું છે અને 126.04 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ ઉત્પાદન હશે. જ્યારે ગયા વર્ષે રાજ્યમાં 118.23 લાખ ટન ઉત્પાદન થયું હતું. ચોખાના કુલ ઉત્પાદનમાં બિનબાસમતી ચોખાનું પ્રમાણ વધુ છે અને તેનું જ ઉત્પાદન વધુ થયું છે. આ વર્ષે બાસમતી ચોખાના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે.