ઘટાડાનો અવકાશ છતાં આરબીઆઈએ વ્યાજદર યથાવત્ રાખ્યા
મુંબઈ, તા. 21 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાના ગવર્નર ઊર્જિત પટેલે મોનેટરી પૉલિસી સમિતિ (એમપીસી)ને જણાવ્યું હતું કે બૅન્કો પાસે વ્યાજદરમાં વધુ ઘટાડાનો અવકાશ છે ત્યારે ઉલ્લેખનીય એ છે કે ઊર્જિત પટેલની અધ્યક્ષતા હેઠળની 7 સભ્યોની એમપીસીએ 16 એપ્રિલના મળેલી બેઠકમાં વ્યાજદરમાં કોઈ બદલાવ નહીં કરી યથાવત્ રાખ્યા હતા.