ટેસ્ટ ક્રમાંકમાં ટીમ ઈન્ડિયા નંબર વન પર યથાવત
દુબઇ, તા.18 : ટીમ ઇન્ડિયા 123 પોઇન્ટ સાથે આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં પહેલા સ્થાને યથાવત છે. જ્યારે બીજા નંબરની દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતથી 6 પોઇન્ટ પાછળ છે. આઇસીસીની નવી ક્રમાંક સૂચિ અનુસાર આફ્રિકાની ટીમના 117 પોઇન્ટ છે. ત્રીજા ક્રમાંક પર ઓસ્ટ્રેલિયાની ટીમ છે. જે સાતમા નંબરની ટીમ શ્રીલંકા પર નવ પોઇન્ટની સરસાઇ ધરાવે છે. જ્યારે નવમા ક્રમની બંગલાદેશની ટીમ આઠમા નંબરની ટીમ વેસ્ટ ઇન્ડિઝથી 6 પોઇન્ટ પાછળ છે. આઇસીસીના વાર્ષિક અપડેટમાં ભારત અને આફ્રિકા વચ્ચે 13 પોઇન્ટનું અંતર હતું. જે હવે ઘટીને 6 અંકનું રહ્યું છે. પોઇન્ટમાં આફ્રિકાને ફાયદો થયો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનને નુકસાન થયું છે. ઓસ્ટ્રેલિયાના 108માંથી 100 પોઇન્ટ છે. ચોથા નંબર પરની ઇંગ્લેન્ડની ટીમના 99 અંક છે. પાકિસ્તાનના 93 પોઇન્ટ સાથે ન્યુઝીલેન્ડથી પાછળ છઠ્ઠા ક્રમ પર ધકેલાઇ ગઇ છે. શ્રીલંકા (91) સાતમા, વેસ્ટ ઇન્ડિઝ (7પ) આઠમા, બંગલાદેશ (69) નવમા અને ઝિમ્બાબ્વે (0) દસમા નંબર પર છે.