67 ફાર્મા કંપનીઓ ઔષધ નિયમનકારના સપાટામાં
નવી દિલ્હી, તા. 18 : ઔષધ ઉદ્યોગના નિયમનકાર ધી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ અૉથોરિટી (એનપીએ)એ લુપિન, ગ્લેનમાર્ક, જીએસકે ફાર્મા, કેડિયા, બાયોકોન અને અબોટ સહિતના 67 ફાર્મા કંપનીઓને 201 ઔષધો માટેના ભાવ અંકુશના નિયમોને ચાતરી જવા માટે સપાટામાં લીધી છે.

આ કંપનીઓએ નિર્ધારિત ધોરણ પ્રમાણે ફોર્મ્યુલેશનોમાં બદલ કરી જે તે ઔષધો બજારમાં મૂકી છે જે માટે એનપીએ પાસેથી જરૂરી મંજૂરી લેવાઈ નથી.

આવી દવાઓમાં પેરાસિટાઓલ તાવ-દુખાવા માટેનું, ડિક્લોફેનક, એઝીથ્રોમાઈસીન (ચોક્કસ બેક્ટેરિયલ ચેપ) અને લાઈમેપીરાઈડ (ટાઈપ 2 ડાયાબિટીસ માટે) વપરાતી હોય છે.

કંપનીઓને ઉત્પાદન, વેચાણની તથા ફૉર્મ્યુલેશનોના છૂટક ભાવ વગેરેની માહિતીઓ 15 જૂન પૂર્વે આપવા જણાવાયું છે. ઉત્પાદકો કે જેઓએ વધુપડતી લીધેલી કિંમત જેટલી રકમ અને સાથે તેનું વ્યાજ જમા કરાવવા જવાબદાર લેખાશે.