માલ્યાના 100 કરોડના ફાર્મ હાઉસને ઇડીએ કબજામાં લીધું
નવી દિલ્હી, તા. 18 : વિજય માલ્યાને ભારત પાછો લઈ આવવા માટે એક તરફ સરકાર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ ભારતમાં રહેલી માલ્યાની સંપત્તિ ઉપર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉ બેન્કોએ ગોવાના કિંગફિશર વિલાની લીલામી કર્યા બાદ હવે ઈડીએ માલ્યાને વધુ એક ઝટકો આપ્યો છે. મની લોન્ડરીંગ કેસની તપાસના મામલે મહારાષ્ટ્રના અલીબાગમાં આવેલા માલ્યાના 100 કરોડની કિંમતન ફાર્મ હાઉસને ઈડીએ કબ્જામાં લીધું છે. બેન્કો પાસેથી 9000 કરોડની લોન લીધા બાદ તેને ભરપાઈ ન કરીને માલ્યા હાલ લંડનમાં  છે. માલ્યા ઉપર અન્ય પણ ગંભિર નાણાકિય આરોપો છે.  આ લોન એસબીઆઈ સહિતની 17 બેન્કો દ્વારા આપવામાં આવી હતી.