સીમાપારના દુ:સાહસને જવાબ આપવા સજ્જ રહેજો : આર્મીને જેટલીની હાકલ
શ્રીનગર તા. 18: સંરક્ષણ મંત્રી અરુણ જેટલીએ સીમા પારથી થનાર કોઈ પણ દુ:સાહસનો  જડબાતોડ જવાબ આપવાને સજ્જ રહેવા આર્મીને આજે હાકલ કરી હતી. અહીં ઉચ્ચ સ્તરીય બેઠકમાં જમ્મુ કાશ્મીરમાંની સલામતી પરિસ્થિતિની સમીક્ષા કરતા જેટલીએ દુશ્મન તત્વો સામે દૃઢપણે કામ પાડવા સાથે નિર્દોષોની સલામતી અંકે કરવાનો અનુરોધ કર્યો હતો.

આતંકી હુમલાઓ અને કાશ્મીરમાં દળો પર પથ્થરમારાના બનતા બનાવોમાં આવેલા ઉછાળા તથા અંકુશરેખાએ શત્રવિરામભંગના વારંવાર બનતા બનાવોની પશ્ચાદભૂમાં આજે મળેલી ઉકત બેઠકમાં નવનિયુકત સંરક્ષણ સચિવ અમિત મિત્રા અને આર્મી વડા જનરલ બિપીન રાવત પણ ઉપસ્થિત હતા. રાષ્ટ્રીય એકાત્મતાની પડકારરૂપ પરિસ્થિતિમાં દેશ સારુ સેવા બજાવી રહેલા દરેક સૈનિકના શૌર્ય, બલિદાન અને દેશભકિતના ખમીરને બિરદાવ્યા હતા.

નાણા ખાતું ય સંભાળતા જેટલી આવતી કાલે અહીં યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકનું અધ્યક્ષપદ લેશે. તેઓ મુખ્ય મંત્રી મહેબૂબા મુફતીને ય મળે તેવી વકી છે.

'17ના 4 માસમાં પાકના શત્રવિરામભંગનો અંાક 67 થયો છે, તે પૈકી સૌથી વધુ (26) એપ્રિલમાં થયા છે. આ 4 માસમાં આતંકવિરોધી કારવાઈઓમાં 27 આતંકી ઠાર થયા છે.