પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું નિધન
પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું નિધન નવી દિલ્હી, તા. 18 : કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવે (61)નું હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે. હૃદય રોગના હુમલા બાદ તેઓને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનિલ માધવ દવેના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. ટ્વિટ દ્વારા મોદીએ કહ્યું હતું કે, એક દિવસ અગાઉ જ તેમણે અનિલ માધવ સાથે પર્યાવરણ સબંધિત મહત્ત્વની નીતિઓ બાબતે ચર્ચા વિચારણા કરી હતી. અનિલ દવેના નિધનના શોકમાં સરકારી ઈમારતો ઉપર એક દિવસ માટે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.