ટ્રિપલ તલાક કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનામત : જુલાઈમાં આપવા વકી
નવી દિલ્હી તા.18: ટ્રિપલ તલાકની બંધારણીય અધિકૃતતાને પડકારતી કેટલીક અરજીઓની છ દિવસથી ચાલી રહેલી ઐતિહાસિક સુનાવણી બાદ સર્વોચ્ચ અદાલતે આજે દલીલો સાંભળવાનું સંપન્ન કર્યુ હતું અને કેસનો ચુકાદો આપવાનું અનામત રાખ્યુ હતું. અદાલત ટ્રિપલ તલાકના કેસનો ચુકાદો જુલાઈમાં આપે તેવી સંભાવના છે. આ પહેલા આજની સુનાવણી શરૂ કરતા ચાવીરૂપ અરજદાર સાયરા બાનોના ધારાશાત્રી અમિત ચઢાએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને, ટ્રિપલ તલાકની પ્રથા એક પાપ હોવાનું સ્વીકારવા અનુરોધ કર્યો હતો.

કેન્દ્રની દલીલો સામે વાંધો ઉઠાવતાં બોર્ડે અદાલતને જણાવ્યુ હતું કે મુસ્લિમ કોમમાં શાદી એ કરાર  છે અને મહિલાઓ પોતાના હિતો તથા ગરિમા જળવાય તે માટે નિકાહનામામાંની ચોકકસ પેટાકલમો પર ખાસ ભાર મૂકી શકે છે.