ફરી ગયું પાકિસ્તાન, કહ્યું- અમને ચુકાદો મંજૂર નથી
ઇસ્લામાબાદ, તા. 18 : હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટે ચુકાદો આપ્યો તેમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડયા છે ત્યારે પાકિસ્તાને તેના સ્વભાવ મુજબ આ ચુકાદાને માનવાનો ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ ઝકરિયાએ પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે `અમે ઇન્ટરનેશનલ કોર્ટના ચુકાદાને માનતા નથી. આ કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટની બહારનો છે. કુલભૂષણ જાધવની ફાંસીની સજા સંદર્ભમાં જે આંતરિક પ્રક્રિયા છે તે ચાલુ રહેશે. અમે આ કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલતમાં વધારે પુરાવા રજૂ કરશું.'

આ પ્રવક્તાએ એમ પણ કહ્યું કે ભારત એવા વ્યક્તિને બચાવવા માગે છે જેના કારણે અનેક પાકિસ્તાનીઓનાં મોત થયાં છે. ભારત કુલભૂષણ જાધવના કેસને માનવાધિકારનો દૃષ્ટિકોણ આપીને દુનિયાનું ધ્યાન બીજી તરફ દોરે છે.