નવી હજ નીતિ : નાગરિકો પાસેથી મગાવાયાં સૂચનો
નવી દિલ્હી, તા. 19 : હજયાત્રા માટે અપાતી સબસિડી તબક્કાવાર રીતે બંધ કરવાના 2012ના સુપ્રીમ કોર્ટના આદેશના અમલ માટે નવી હજ નીતિ કેવી હોવી જોઇએ એ અંગે સરકારે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યાં છે.

આ અંગે નાગરિકો વાભિ.ળળભ।઼લજ્ઞદ.શક્ષમાં પોતાનાં સૂચનો મેઇલ કરી શકે છે. દરમિયાન નવી નીતિ ઘડવા સરકારે નીમેલી ઉચ્ચ સમિતિ 25 મેએ નાગરિકોનાં સૂચનો અને અભિપ્રાયોની સુનાવણી કરશે.

દર વર્ષે દેશમાંથી 1.70 લાખ લોકો હજ કરવા જાય છે, જે પૈકી 1.20 લાખ હજ કમિટી મારફત સબસિડીનો લાભ લે છે.