વિમ્બલ્ડન ડબલ્સમાં લુકાસ-મેલો અને મકારોવા-વેસનિનાની જોડી ચૅમ્પિયન
લંડન, તા. 16 : વિમ્બલ્ડનના પુરુષ વિભાગના ડબલ્સમાં પોલેન્ડનો લુકાસ કુબોટ અને બ્રાઝિલના માર્સેલ મેલોની જોડી ચેમ્પિયન બની છે. જ્યારે મહિલા વિભાગના ડબલ્સમાં રશિયાની જોડી ઇકટેરિના મકારોવા અને ઇલેના વેસનિનાની જોડી વિજેતા બની છે.

પુરુષ વિભાગના ડબલ્સના ફાઇનલમાં ચોથા નંબરની કુબોટ-મેલોની જોડીએ ચાર કલાક અને 39 મિનિટ સુધી ચાલેલા રસાકસીભર્યાં મુકાબલા બાદ ઓસ્ટ્રીયાના ઓલિજર મારત તથા ક્રોએશિયાના મેટ પાવિચની જોડીને 5-7, 7-5, 7-6, 3-6 અને 13-11થી હાર આપી હતી.

મહિલા વિભાગનો ફાઇનલ ફકત પપ મિનિટમાં પૂરો થઇ ગયો હતો. રિયો ઓલિમ્પિકની વિજેતા રશિયન જોડી મકારોવા અને વેસનિનાએ તાઇવાનની હાઓ ચિંગ ચાન અને રોમાનિયાની મોનિકા નિકોલસ્કુને 6-0 અને 6-0થી સજ્જડ હાર આપી હતી.