સેનેગલમાં ફૂટબૉલ સ્ટેડિયમમાં દીવાલ પડતાં આઠનાં મોત
ડાકાર, તા. 16 : સેનેગલ ફૂટબૉલ લીગની ફાઇનલ મૅચ વખતે દીવાલ તૂટી પડતાં આઠ જણનાં મૃત્યુ થયાં હતાં અને 60 ઘાયલ થયા હતા. 

મૅચ વખતે બે ટીમોના સપોર્ટરો વચ્ચે મારામારી થઈ હતી અને તેઓ એકબીજા પર જે હાથમાં આવે તે વસ્તુઓ ફેંકતા હતા. 

આ સમયે કેટલાક લોકો દીવાલ પાસે ઊભા હતા અને તે પડી હતી.