બીસીસીઆઇએ પહેલા કુંબલે અને હવે દ્રવિડ-ઝહિરનું અપમાન કર્યું : રામચંદ્ર ગુહા
નવી દિલ્હી, તા. 16 : બીસીસીઆઇની સંચાલન સમિતિ (સીઓએ)થી ખુદને અલગ કરી ચૂકેલ રામચંદ્ર ગુહાએ અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ અને ઝહિરખાનના મામલે ક્રિકેટ બોર્ડને આડે હાથ લીધું છે. ઇતિહાસકાર અને ક્રિકેટ વિશેષજ્ઞ રામચંદ્ર ગુહાએ આજે ટ્વિટ્ કરીને કહ્યં છે કે અનિલ કુંબલે સાથેના શરમજનક વ્યવહાર બાદ હવે રાહુલ દ્રવિડ અને ઝહિરખાનને તિરસ્કાર કરાયાનો મામલો સામે આવ્યો છે. બીસીસીઆઇ અને સીઓએ આ મહાન ખેલાડીઓનું જાહેરમાં અપમાન કરી રહી છે.