બીસીસીઆઇ દ્વારા હવે ટીમ મૅનેજરના પદ માટે અરજી માગવામાં આવી
નવી દિલ્હી, તા.16: ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાત્રી અને સપોર્ટ સ્ટાફની નિયુક્તિ પર ચાલી રહેલ નાટકબાજી વચ્ચે બીસીસીઆઇએ ટીમ મેનેજરના પદ માટેની અરજી માંગી છે. આ પદ માટેની અરજીની અંતિમ તિથિ 21 જુલાઇ જાહેર કરાઇ છે. ટીમ મેનેજરના પદની અરજી માટે બીસીસીઆઇએ કેટલીક શરતો રાખી છે.

બીસીસીઆઇની વેબસાઇટ પર મેનેજરના પદ પર નિયુક્તિ હેતુ અરજીની માંગ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે આ પદ ઓછામાં ઓછું એક વર્ષ માટેનું હશે. જેમાં એવી શરતો રાખવામાં આવી છે કે અરજીકર્તા બીસીસીઆઇ સાથે જોડાયેલ રાજ્ય સંઘની ટીમનો મેનેજર રહી ચૂકયો હોવો જોઇએ. આ ઉપરાંત નેશનલ ટીમના મેનેજર રહી ચૂકેલ, પ્રથમકક્ષાના કે ઇન્ટનેશનલ ક્રિકેટ રમી ચૂકેલ, કોઇ સરકારી કે બિનસરકારી સંસ્થામાં કામ કરવાનો 10 વર્ષનો અનુભવ રાખનારને વધુ પ્રાધાન્ય અપાશે. આ બીસીસીઆઇ ઇચ્છે કે ઉમેદવારની વય 60 વર્ષથી ઓછી હોવી જોઇએ. બીસીસીઆઇએ ટીમ મેનેજરના પદની અરજી કરવાની આખરી તારીખ 21 જુલાઇ જાહેર કરી છે.