કાશ્મીરમાં હિઝબુલના ભરતી માટેના મોડયુલનો પર્દાફાશ
શ્રીનગર, તા. 16 : કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ખીણની પોલીસે હિઝબુલ મુજાહિદ્નીના ભરતી મોડયુલનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મોડયુલનું નેતૃત્વ કુપવાડા જિલ્લાનો હંદવાડા રહેવાસી હિઝબુલ મુજાહિદ્ની કમાન્ડર પરવેઝ વાની કરી રહ્યો હતો.

મોડયુલ પર દરોડાની કાર્યવાહી દરમ્યાન ત્રણ શખ્સની ધરપકડ કરી લેવાઈ હતી. આ મોડયુલ તળે કેટલાક કાશ્મીરી યુવાનોને પાકિસ્તાન મોકલી અને ત્યાંની આતંકી શિબિરોમાં પ્રશિક્ષણ આપવાની યોજના હતી.

પોલીસના જણાવ્યાનુસાર, પકડાયેલા શખ્સોમાંથી એક અબ્દુલ રશીદ બટ મેમાં પાકિસ્તાન ગયો હતો. અને ત્યાં પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં આતંકવાદી સંગઠન સંચાલિત ખાલિદબિન વલિદ શિબિરમાં તાલીમ મેળવી હતી.