નિતેશ રાણેએ ટ્વીટર ઉપર કરી ટીકા ઉદ્ધવ એ ફિલ્મ `ગઝની''ના સંજય સિંઘાણિયા જેવા ભૂલકણા છે
નિતેશ રાણેએ ટ્વીટર ઉપર કરી ટીકા ઉદ્ધવ એ ફિલ્મ `ગઝની''ના સંજય સિંઘાણિયા જેવા ભૂલકણા છે અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : કૉંગ્રેસના વિધાનસભ્ય નિતેશ રાણેએ શિવસેનાના  પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સરખામણી હિન્દી ફિલ્મના `ગઝની'ના આમીર ખાને ભજવેલા પાત્ર સાથે કરી છે.

ઉદ્ધવની ટીકા કરતાં નિતેશ રાણેએ ટ્વીટર ઉપર જણાવ્યું છે કે `ગઝની'માં આમીર ખાને સંજય સિંઘાણિયા નામનું પાત્ર ભજવ્યું હતું. તે પાત્ર અનેક બાબતો ભૂલી જતું હોવાથી શરીર ઉપર જ કેટલીક વસ્તુઓ લખીને રાખતું હતું. તે પ્રમાણે ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાના શરીર ઉપર કેટલીક વસ્તુઓ લખી રાખી છે.

તેમાં ભાજપ અમારો મિત્ર પક્ષ છે, શિવસેના સત્તા ઉપર છે, હું સત્તા ઉપર છું, જીએસટીનો વિરોધ અને એનડીએના રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવારનો વિરોધ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

નિતેશ રાણેનો આ ટીકાનો શિવસેના અને ઉદ્ધવ ઠાકરે કેવો જવાબ આપે છે તે જોવાનું છે.