ભાજપનો કાર્યકર્તા સલીમ શાહ ગૌમાંસ જ લઈ જતો હતો : લૅબનો રિપોર્ટ
નાગપુર, તા. 16 (પીટીઆઈ) : પોલીસે આજે જણાવ્યું હતું કે નાગપુર જિલ્લામાં ગૌરક્ષકો દ્વારા જેને ઘાતકી રીતે માર મારવામાં આવ્યો હતો તે ભાજપના કાર્યકર્તા પાસેથી મળી આવેલું માંસ ગૌમાંસ હતું.

પોલીસે જણાવ્યું હતું કે, પરીક્ષણ માટે આ માંસને ફોરેન્સિક લૅબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતું. લૅબના રિપોર્ટમાં આ માંસને ગૌમાંસ તરીકે ઓળખી કાઢવામાં આવ્યું હતું, એમ પોલીસ સુપરિ. (નાગપુર ગ્રામ્ય) શૈલેશ બલ્કાવડેએ જણાવ્યું હતું.

ભાજપના કાટોલ યુનિટના સભ્ય 34 વર્ષના સલીમ શાહ સામે પગલાં ભરવામાં આવ્યા છે. સલીમ શાહની મારપીટ કરનારા ચાર જણ સામે આઈપીસીની કલમ 326 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સલીમ ગૌમાંસ લઈ જતો હોવાની શંકા પરથી આ ચારેય જણે તેને ક્રૂર રીતે માર માર્યો હતો.