મહારાષ્ટ્રના ભાવિકનું અમરનાથ બેઝ કેમ્પમાં મૃત્યુ
શ્રીનગર, તા. 16 : અમરનાથના પ્રવાસે આવેલા મહારાષ્ટ્રના 65 વર્ષના સદાશિવ નામના ભાવિકનું બાલતાલ બેઝ કેમ્પમાં મૃત્યુ થયું હતું. આ સાથે આ વર્ષે અમરનાથના પ્રવાસે આવેલા અને બીમાર થઈને મૃત્યુ પામેલા ભાવિકોની સંખ્યા વધીને 20 થઈ છે.

સદાશિવ બીમાર થતાં તેમને બાલતાલ બેઝ કેમ્પ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.