આતંકવાદી હુમલામાં ઘાયલ વલસાડની મહિલાનું મૃત્યુ
આતંકવાદી હુમલામાં ઘાયલ વલસાડની મહિલાનું મૃત્યુ શ્રીનગર, તા. 16 : અમરનાથ યાત્રા પૂરી કરીને પાછા ફરી રહેલા ગુજરાતના ભાવિકોની બસ પર દસમી જુલાઈએ થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલાં વલસાડનાં ભાવિક લલિબેન ભંગુભાઈ પટેલનું આજે અત્રેની એસકેઆઈએમએસ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ સાથે આ હુમલામાં મૃત્યુ પામનારા ભાવિકોની સંખ્યા વધીને આઠ થઈ છે. 47 વર્ષના લલિબેન પટેલને હુમલા બાદ શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

તેમના મૃતદેહને શ્રીનગરથી દિલ્હી મોકલી દેવામાં આવ્યો હતો અને ત્યાંથી સુરત મોકલવામાં આવશે. સુરતથી વલસાડ સુધી ડેડ-બોડીને પોહંચાડવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.