જનધન ખાતાઓમાં રૂ. 64,564 કરોડ
નવી દિલ્હી, તા. 16 : પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ શરૂ કરવામાં આવેલાં બૅન્ક ખાતાઓમાં હાલમાં 64,564 કરોડ રૂપિયાની ડિપૉઝિટ્સ હોવાનું સરકારી આંકડા જણાવે છે. 300 કરોડ રૂપિયા નોટબંધી બાદના સાત મહિનામાં જમા થયા છે.

રાઈટ ટુ ઇન્ફર્મેશન હેઠળ મળેલી જાણકારી મુજબ આ વર્ષે જૂનની 14 તારીખ સુધીમાં દેશમાં 23.27 કરોડ જનધન ખાતાં સક્રીય હતાં. 

આ પૈકી સરકારી બૅન્કોમાં રહેલા 23.27 કરોડ ખાતાંમાં 50,800 કરોડ રૂપિયાની ડિપૉઝિટ છે. 

ગ્રામીણ બૅન્કોમાં આવેલાં 4.7 કરોડ ખાતામાં 11,683.42 કરોડ રૂપિયાની ડિપૉઝિટ્સ છે અને પ્રાઇવેટ બૅન્કોમાં આવેલાં 92.7 લાખ ખાતાંમાં 2080.62 કરોડ રૂપિયાની ડિપૉઝિટ્સ છે.