`ગેંગસ્ટર'' સંજુનાં માતા-પિતા છે નફિસા-કબીર
`ગેંગસ્ટર'' સંજુનાં માતા-પિતા છે નફિસા-કબીર સંજય દત્ત અભિનિત ફિલ્મ `સાહિબ, બીવી ઓર ગેંગસ્ટર'માં સંજય દત્તનાં માતાપિતાની ભૂમિકામાં કબીર બેદી અને નફિસા અલી ચમકી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન તિગ્માંશુ ધુલીયાએ કર્યું છે જ્યારે નિર્માતા છે રાજુ ચઢ્ઢા અને રાહુલ મિત્રા. વર્ષ 1981માં સંજય દત્તે તેના પિતાએ બનાવેલી ફિલ્મ `રોકી' દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું ત્યાર બાદ લાંબી મજલ કાપી છે.

નફિસા અલીએ 1979ની શ્યામ બેનેગલની ફિલ્મ `જુનૂન'માં ઉત્કૃષ્ટ અભિનય દ્વારા પ્રેક્ષકોના મન જીતી લીધા હતા જ્યારે કબીર બેદી છેલ્લે રિતિક રોશનની ફિલ્મ `મોહેન્જો ડરો'માં દેખાયો હતો.