બેલ્જિયમની જુ. પુરુષ ટીમ સામે ભારતની મહિલા ટીમની હોકી મૅચ 2-2થી ડ્રો
એન્ટવર્પ, તા.12: ભારતીય મહિલા હોકી ટીમે એક રસાકસીભર્યા મુકાબલામાં બેલ્જિયમની જુનિયર પુરુષ ટીમ વિરુદ્ધનો મેચ 2-2 ગોલથી ડ્રો કર્યો હતો. મેચમાં ભારતે સકારાત્મક શરૂઆત કરી હતી, પણ પેનલ્ટી કોર્નરમાં ગોલ કરવામાં ચૂક થઇ હતી. બીજા ક્વાર્ટરમાં સ્ટેન બ્રેનકીએ ગોલ કરીને બેલ્જિયમને આગળ કર્યું હતું. ભારતની નિક્કી પ્રધાને 36મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1 કર્યો હતો.

બેલ્જિયમ તરફ જુનિયર ખેલાડી મેથ્યુ ડેએ 43મી મિનિટે ગોલ કરીને ટીમને 2-1થી આગળ કરી હતી. વંદના કટારિયાએ પ4મી મિનિટે ભારત તરફથી ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો. છેલ્લે સુધી આ સ્કોર રહેતા મેચ ડ્રો રહયો હતો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભારતીય મહિલા હોકી ટીમ યુરોપના પ્રવાસમાં પહેલીવાર પુરુષ ટીમ સામે રમી રહી છે.