પ્લેસિસ આફ્રિકાની ત્રણેય ફોર્મેટની ટીમનો કૅપ્ટન બન્યો
જોહાનિસબર્ગ, તા.12: ફાક ડુ પ્લેસિસ દ. આફ્રિકાની ટીમના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બન્યો છે. પ્લેસિસ ટેસ્ટ અને ટી-20 ટીમનો તો સુકાની તો હતો જ. હવે તેને વન ડે ટીમના નેતૃત્વની પણ જવાબદારી સોંપાઇ છે. બાંગલાદેશ વિરુદ્ધની ત્રણ વન ડેની શ્રેણી માટે ફાક ડુ પ્લેસિસને આફ્રિકાનો સુકાની બનાવાયો છે. તેણે એબી ડિ'વિલિયર્સનું સ્થાન લીધું છે.