ડોપ ટેસ્ટમાં ઝડપાયેલી પ્રિયંકા પવાર પર આઠ વર્ષનો પ્રતિબંધ
ડોપ ટેસ્ટમાં ઝડપાયેલી પ્રિયંકા પવાર પર આઠ વર્ષનો પ્રતિબંધ નવી દિલ્હી, તા.12: વર્ષ 2014ના એશિયાઇ રમતોત્સવમાં મહિલા રીલે દોડમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય એથ્લેટ પ્રિયંકા પવાર ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહી છે. આથી તેણી પર આઠ વર્ષનો પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. પ્રિયંકા હૈદરાબાદમાં ઇન્ટર સ્ટેટ એથ્લેટિકસ ચેમ્પિયનશીપ દરમિયાન ડોપ ટેસ્ટમાં પોઝિટિવ રહી હતી. આ સ્પર્ધા 28 જૂનથી 2 જુલાઇ દરમિયાન રમાઇ હતી. પ્રિયંકા ચોપરાનો રિયો ઓલિમ્પિકમાં પણ ભારતીય દળમાં સમાવેશ કરાયો હતો. બાદમાં તેને બહાર કરી દેવાઇ હતી. પ્રિયંકા આ પહેલા પણ 2011માં ડોપ ટેસ્ટમાં ઝડપાઇ હતી. બીજીવાર ઝડપાતા તેના પર આઠ વર્ષનો પ્રતિબંધ મુકાયો છે.