નાથુ-લા પાસ ફરી ખોલવા ચીન તૈયાર!
ભારતીય યાત્રીઓ માટે ડોકલામ વિવાદ થકી બંધ થયેલો માર્ગ ખોલવાની ચર્ચા માટે તૈયારી બતાવી

બીજિંગ, તા. 12 : ભારત સાથે ડોકલામ વિવાદના શાંતિપૂર્ણ અંત બાદ હવે ચીને નાથુ-લા પાસ ભારતીય યાત્રીઓ માટે ફરી ખોલવા માટેની ચર્ચા કરવા તૈયારી બતાવી દીધી છે. આ માર્ગ પણ ડોકલામ મડાગાંઠના કારણે જ ચીને બંધ કર્યો હતો.

ચીને મંગળવારે જણાવ્યું હતું કે, ભારતીય યાત્રિઓ માટે નાથુ-લા પાસ પુન: ખોલવા સંદર્ભે ચર્ચા કરવાની  અમારી તૈયારી છે.

ચીન નાથુ-લા પાસ ફરી ખોલવા તેમજ ભારતીય નાગરિકોની યાત્રામાં અન્ય ચિંતાજનક પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરવાની અમારી તૈયારી છે.

ચીન નાથુ-લા પાસ ફરી ખોલવા તેમજ ભારતીય નાગરિકોની યાત્રામાં અન્ય ચિંતાજનક પ્રશ્નો સંદર્ભે ભારત સાથે સંવાદ સાધવા તૈયાર છે, તેવું ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગશુઆંગે જણાવ્યું હતું.

બે માસ કરતાં વધુ સમય ચાલેલી ડોકલામ મડાગાંઠ ગત મહિને ઉકેલાઇ ગયા પછી ભારતીય યાત્રીઓ જ્યાંથી કૈલાશ માનસરોવરની યાત્રાએ જાય છે તે નાથુ-લા પાસ હજુ બંધ જ પડયો છે.

લગભગ 72 દિવસ બાદ ભારત અને ચીને સિક્કીમ સીમાએથી પોતાના દળો હટાવી લેવાના નિર્ણય સાથે ડોકલામ વિવાદના શાંતિપૂર્ણ સમાધાનનો સંકેત આપ્યો હતો.

બંને દેશો વચ્ચે ડોકલામ વિવાદનો અંત લાવવામાં સફળતા રાજદ્વારી સંવાદના માધ્યમથી મળી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવકતા રવીશકુમારે બંને દેશો દ્વારા દળો પાછા?ખેંચાયા હોવાનું જણાવ્યું હતું.