અૉસ્ટ્રેલિયામાં ભગવાન ગણેશને માંસાહારી બતાવાતાં ભારતમાં રોષ
અૉસ્ટ્રેલિયામાં ભગવાન ગણેશને માંસાહારી બતાવાતાં ભારતમાં રોષ નવી દિલ્હી, તા. 12 : ઓસ્ટ્રેલિયામાં માંસ ઉત્પાદક કંપની `મીટ એન્ડ લાઇવ સ્ટોક'ની એક શરમજનક જાહેર ખબરથી ભારે બબાલ મચી ગઇ છે, આ જાહેરાતમાં ભગવાન ગણેશને માંસાહારી બતાવાતાં ભારે આક્રોશની લાગણી સાથે ભારતે ઓસ્ટ્રેલિયા સામે કૂટ નીતિક વિરોધ નોંધાવ્યો છે અને પગલાં લેવાની માંગ કરી છે. આખરે જાહેરાત હટાવવી પડી હતી.

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઉચ્ચાયોગે વિદેશ વિભાગ, સંદેશા વ્યવહાર અને કૃષિ વિભાગ એમ ઓસી. સરકારના ત્રણ વિભાગોને માંસ ઉત્પાદક કંપનીના વિજ્ઞાપન સામે `વિરોધ પત્ર' મોકલ્યો છે.

ભારત તરફથી આ `વિરોધ પત્ર'માં જણાવાયું છે કે, આ વિવાદી વિજ્ઞાપનનાં કારણે ભારતીય સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચી છે.

ગણેશ ચતુર્થીના થોડાક દિવસો પછી જ વિજ્ઞાપનનો વીડિયો જારી કરાયો છે, જેમાં ગણપતિ ભગવાનને અન્ય ધર્મોના અનુયાયીઓ સાથે માંસાહાર કરતા બતાવાયા છે.