દોઢ વર્ષ પૂર્વે યમનમાંથી અપહૃત ભારતીય પાદરીની આખરે મુક્તિ
દોઢ વર્ષ પૂર્વે યમનમાંથી અપહૃત ભારતીય પાદરીની આખરે મુક્તિ નવી દિલ્હી, તા.12: ખૂનખાર આતંકવાદી સંગઠન આઈએસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ભારતીય પાદરી ટોમ ઉઝુનાલીલને આખરે દોઢ વર્ષ કરતાં પણ લાંબા સમય બાદ બચાવી લેવામાં આવ્યા છે. ઓમાન સરકારની મદદથી તેને મુક્તિ મળી હોવાના અહેવાલો છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ ફાધર ટોમની મુક્તિને પુષ્ટિ આપી હતી અને ટિવટર ઉપર આ બાબતે ખુશી પ્રગટ કરી હતી. ફાધર ટોમને હવે મસ્કત મોકલવામાં આવ્યા છે. જ્યાંથી તે ભારત પરત ફરશે. તે મૂળ કેરળના છે. ગત વર્ષે માર્ચમાં એક વૃદ્ધાશ્રમમાંથી તેનું અપહરણ થયું હતું. ડિસેમ્બરમાં એક વીડિયો મેસેજમાં તેમણે મુક્તિ માટે મદદની અપીલ પણ કરી હતી.