અર્જુન કપૂરને પાંખમાં લીધો અજય દેવગણે

અર્જુન કપૂરને પાંખમાં લીધો અજય દેવગણે
સામાન્ય રીતે કરણ જોહર અને સલમાન ખાન કલાકારોને સફળતા અપાવવામાં સહાયક બનતા જોવા મળે છે, પરંતુ હવે અજય દેવગણે પણ આ કામ કરવાનું ચાલુ કરી દીધું લાગે છે. તેણે અર્જુન કપૂરને પોતાની પાંખમાં લીધો છે. હાલમાં અર્જુન રાજકુમાર ગુપ્તાની `ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ'માં રૉના એજન્ટની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ભૂમિકામાં તેને લેવાની ભલામણ અજયે કરી હતી. 
વાત જાણે એમ બની હતી કે ફિલ્મ `રેડ'નું શૂટિંગ અજય કરતો હતો ત્યારે રાજકુમાર ગુપ્તાએ તેને પોતાની આગામી ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ વિશે જણાવ્યું હતું. તેણે જ દિગ્દર્શકને ખાતરી આપી હતી કે રૉના એજન્ટની ભૂમિકા માટે અર્જુન બેસ્ટ કલાકાર રહેશે. જોકે, અજયની સારપનો અહીં અંત આવી જતો નથી. તેણે પોતાના નિર્માણ ગૃહની આગામી ફિલ્મમાં પણ અર્જુનને લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં અર્જુન તેની ફિલ્મ સાઇન કરશે. 

Published on: Thu, 13 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer