વડા પ્રધાનના પુસ્તકની ઉર્દૂ આવૃત્તિનું વિમોચન રિશી કપૂરના હસ્તે?

વડા પ્રધાનના પુસ્તકની ઉર્દૂ આવૃત્તિનું વિમોચન રિશી કપૂરના હસ્તે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓનાં મનમાંથી પરીક્ષાનો ભય દૂર કરવા તથા માર્ગદર્શન આપવા માટે `એક્ઝામ વૉરિયર્સ' નામનું પુસ્તક બહાર પાડયું છે. આ પુસ્તકની હિન્દી, અંગ્રેજી, ઉડિયા, તામિલ અને મરાઠી આવૃત્તિ બહાર પડી છે. હવે તેનું ઉર્દુ ભાષામાં કરાયેલા અનુવાદનું પુસ્તક બહાર પડવાનું છે. આ ઉર્દુ પુસ્તકનું વિમોચન ફિલ્મ અભિનેતા રિશિ કપૂરના હસ્તે થશે એવી ચર્ચા થઇ રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં લોકપ્રિય થયેલા આ પુસ્તકના વિમોચનમાં લઘુમતી બાબતોના કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વી પણ હાજર રહેશે. 
ફિલ્મ `મુલ્ક'માં રિશિએ ભજવેલી મુસ્લિમની ભૂમિકાની સર્વત્ર પ્રશંસા થઇ હતી. આ કારણે તેમના હસ્તે ઉર્દુ પુસ્તકનું વિમોચન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોઇ શકે.   
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer