અમિતાભે પુત્ર સાથે વાત કરવાનો ઇનકાર કર્યો

અમિતાભે પુત્ર સાથે વાત કરવાનો ઇનકાર કર્યો
બે વર્ષના વિરામ બાદ અભિષેક બચ્ચન ફિલ્મ `મનમર્ઝિયાં'થી કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ કરી રહ્યો છે. ટૂંક સમયમાં રજૂ થનારી આ ફિલ્મના ક્રિનિંગમાં અભિષેકના પિતા અમિતાભ બચ્ચન અને બહેન શ્વેતા હાજર રહ્યાં હતાં. આ ફિલ્મમાં અભિષેકની સાથે તાપસી પન્નુ અને વિકી કૌશલ છે. અનુરાગ કશ્યપની આ ફિલ્મના ટ્રેલરને ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડયો છે અને પ્રેક્ષકોમાં તે જોવાની ઉત્સુકતા પણ જોવા મળે છે. અમિતાભ આ ફિલ્મમાં દીકરાએ ભજવેલી રોબીની ભૂમિકા જોઇને એટલા ભાવવિભોર થઇ ગયા કે એકપણ શબ્દ બોલી શકયા નહીં.
ફિલ્મ પૂરી થયા બાદ અભિષેકે પિતાનો અભિપ્રાય માગ્યો ત્યારે પણ તેઓ બાદમાં વાત કરીશ એમ કહી ચૂપ જ થઇ ગયા હતા. બીજે દિવસે સવારે પણ તેઓ ફિલ્મના ભાવવિશ્વમાંથી બહાર આવ્યા નહોતા. છતાં તેમણે હાથેથી એક સંદેશ લખીને ફુલોના ગુચ્છા સાથે તાપસીને મોકલાવ્યો હતો. જોકે, તેમનો પુત્ર તો પિતાના અભિપ્રાયની પ્રતીક્ષા જ કરી રહ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer