મુંબઈ આવનારા માઇક ટાયસન માટે ગીત તૈયાર કર્યું ભપ્પી લાહિરીએ

મુંબઈ આવનારા માઇક ટાયસન માટે ગીત તૈયાર કર્યું ભપ્પી લાહિરીએ
દંતકથા સમાન બોક્સર માઇક ટાયસન આગામી મિકસ્ડ માર્શલ આર્ટ્સ લીગ માટે 29 સપ્ટેમ્બરે મુંબઇ આવશે.  ત્યાર બાદ ભારતના વિવિધ પ્રદેશમાં રહેતા કુશળ કુસ્તીબાજોને શોધવા માટેની ટેલેન્ટ હન્ટ શરૂ થશે. લીગના સ્થાપક મોહમદઅલી બુધવાનીએ કહ્યું કે, પ્રથમ ફાઇટ નાઇટમાં અમે કેટલીક સેલિબ્રટિઝને બોલાવ્યા છે. એમાં ભપ્પી લાહિરીનો પણ સમાવેશ થાય છે. જો કે, ભપ્પીદા ઓકટોબર સુધી અમેરિકામાં છે એટલે તેમણે માઇક માટે એક ખાસ ગીત તૈયાર કરીને મોકલાવ્યું છે. ગીત એટલું સમધુર છે કે અમે માઇકને તે સંભળાવવા આતુર છીએ. અમે  માઇક અને ભપ્પીદાની મુલાકાત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરાવીશું. માઇકને બોલીવૂડની ફિલ્મો ગમે છે એટલે કલાકારોને મળશે તથા તાજમહલ જોવા આગ્રા જશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer