ઝૂલન ગોસ્વામીની 300 ઇન્ટરનેશનલ વિકેટની સિદ્ધિ

ઝૂલન ગોસ્વામીની 300 ઇન્ટરનેશનલ વિકેટની સિદ્ધિ
નવી દિલ્હી, તા.12: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ઝડપી બોલર ઝૂલન ગોસ્વામીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 300 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. શ્રીલંકા સામેના પહેલા વન ડેમાં બે વિકેટ લઇને ઝૂલને આ રેકોર્ડ બનાવ્યો હતો. તેના નામે હવે કુલ 301 વિકેટ છે. આ મામલે તે વિશ્વ મહિલા ક્રિકેટરની પહેલી બોલર છે. આ સૂચિમાં બીજા સ્થાને વેસ્ટ ઇન્ડિઝની અનિસા મોહમ્મદ (252), ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાની એસિલ પેરી (244), ચોથા નંબર પર કેથરિન (240) અને પાંચમા સ્થાને જેની ગેન (239) છે.

Published on: Thu, 13 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer