જાપાન ઓપનમાં મનુ અત્રી - સુમિત રેડ્ડીએ અૉલિમ્પિક રજત ચંદ્રક વિજેતા જોડીને હાર આપી

જાપાન ઓપનમાં મનુ અત્રી - સુમિત રેડ્ડીએ અૉલિમ્પિક રજત ચંદ્રક વિજેતા જોડીને હાર આપી
ટોકિયો, તા.12: ભારતના મનુ અત્રી અને બી. સુમિત રેડ્ડીની જોડીએ ઉલટફેર કરીને જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષ ડબલ્સમાં ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા મલેશિયાની જોડીને હાર આપી હતી. નેશનલ ચેમ્પિયન મનુ અત્રી અને સુમિત રેડ્ડીએ મલેશિયાની જોડી ગોહ વી શેમ અને ટેન વી કિયોંગને રસાકસી બાદ 15-21, 23-21 અને 21-19થી હાર આપીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં ભારતીય જોડીની ટક્કર ચીનના જિટિંગ અને કિયાંગ સામે થશે. જાપાન ઓપનમાં આજે ફક્ત ડબલ્સના મેચો જ રમાયા હતા. જેમાં ભારતની જોડી સાત્ત્વિકરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી તથા અશ્વિની પોનપ્પા - એન સિક્કી રેડ્ડીની જોડી હારીને બહાર થઇ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer