અૉગસ્ટમાં નિકાસ 19.21 ટકા અને આયાત 25.41 ટકા વધી

અૉગસ્ટમાં નિકાસ 19.21 ટકા અને આયાત 25.41 ટકા વધી
વેપારખાધ વધીને 17.4 અબજ ડૉલર
 
નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ) :  પેટ્રોલિયમ ક્ષેત્રની સારી કામગીરીને કારણે દેશની ઓગસ્ટ મહિનાની નિકાસ 19.21 ટકા વધીને 27.84 અબજ ડોલરની થઈ હતી. 
વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન સુરેશ પ્રભુએ કહ્યું કે, ``ઓગસ્ટ 2018 દરમિયાન નિકાસ વૃદ્ધિ 19.21 ટકા વધીને 27.84 અબજ ડોલરની થઈ છે. પેટ્રોલિયમ ક્ષેત્ર સિવાયની નિકાસમાં પણ 17.43 ટકાની સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે.''
ક્રૂડતેલના ભાવમાં તીવ્ર વૃદ્ધિને કારણે ઓગસ્ટ મહિનામાં આયાત 25.41 ટકા વધીને 45.24 અબજ ડોલરની થઈ હતી, જેને કારણે વેપારખાધ વધીને 17.4 અબજ ડોલરની થઈ હતી.
જુલાઈમાં વેપારખાધ પાંચ વર્ષની ટોચે 18.02 અબજ ડોલરે પહોંચી હતી.  આ વર્ષના એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન નિકાસમાં 16.13 ટકાની અને આયાતમાં 17.34 ટકાની વૃદ્ધિ થઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer