કમલા મિલ્સ આગ : માલિકો વિરુદ્ધ પગલાં ભરવાની સમિતિની ભલામણ

મુંબઈ, તા. 12 (પીટીઆઈ) : કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ગત ડિસેમ્બરમાં લાગેલી ભયાનક આગ અંગે મુંબઈ વડી અદાલત દ્વારા નીમવામાં આવેલી જ્યુડિશિયલ કમિટીએ બે રેસ્ટોરેન્ટના માલિકો અને `િમલ્સ'ની જગ્યાના સહમાલિકો વિરુદ્ધ પગલાં ભરવાની ભલામણ કરી છે. આ આગમાં 14 જણનાં મરણ નીપજ્યાં હતાં.
આ સમિતિએ કમલા મિલ્સના સહમાલિક રમેશ ગોવાની અને રેસ્ટોરેન્ટના સહમાલિકો વિરુદ્ધ પગલાં ભરવાની માગણી કરી છે. ગોવાની કમલા મિલ્સનો 95 ટકા હિસ્સો ધરાવે છે. જેમણે રસ્ટોરેન્ટ માલિકોને ગેરકાનૂની રીતે બાંધકામોમાં ફેરફાર કરવાની પરવાનગી આપી છે. બે રેસ્ટોરેન્ટના માલિકોએ ખુલ્લી અગાશીને જ્વલનશીલ પદાર્થો વડે બનેલા પાર્ટિશનની મદદથી રેસ્ટોરેન્ટમાં ફેરવી નાખી હતી. તેના કારણે હવાની મુક્ત અવરજવરમાં અવરોધ આવ્યો હતો. તેથી આગમાંથી ધુમાડાને કારણે ગૂંગળાઇને 14 જણનાં મરણ થયાં હતાં. અગાશીના પાછળના ભાગમાં કેરોસીન અને કોલસા જેવા જ્વલનશીલ પદાર્થો મૂકવામાં આવ્યા હતા, તેથી લોકોની અવરજવરમાં અવરોધ સર્જાયો હતો. ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના રોકવા સરકારી ખાતાઓ વચ્ચે બહેતર સમન્વય સાધવામાં આવે એમ અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું.
આ ત્રણ સભ્યોની સમિતિમા નિવૃત્ત ન્યાયાધીશ એ. વી. સાવંત, આર્કિટેકટ વસંત ઠાકુર અને ભૂતપૂર્વ પાલિકા આયુક્ત નલિનાક્ષનનો સમાવેશ થતો હતો. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer