મેહુલ ચોક્સીનો બીજો વીડિયો-મેસેજ : મારા શૅરધારકો, કર્મચારીઓની ચિંતા થાય છે

નવી દિલ્હી, તા. 12: પીએનબી કૌભાંડના ભાગેડુ આરોપી મેહુલ ચોક્સીએ એન્ટિગ્વાથી મોકલેલા બીજા વીડિયો મેસેજમાં જણાવ્યું હતું કે મને મારા શેરધારકો, કર્મચારીઓ અને ખાસ તો ગીતાંજલિ જૂથે હાયર કરેલા દિવ્યાંગ કર્મચારીઓ વિશે ચિંતા સતાવે છે! જે કંઈ બની રહ્યું છે તે ઘણું અસામાન્ય છે અને જૂઠી ફરિયાદને પગલે હું જે પ્રકારના ટેરર (યાતના)માંથી પસાર થયો છું તેવા દિવસ કોઈના ન આવે ! 
મને વડા પ્રધાન માટે સર્વોચ્ચ આદર છે અને છેલ્લાં એક - બે વર્ષથી દેશમાં ભારે રાજકીય દબાણ રહ્યું છે, એમ ચોક્સી વધુમાં જણાવે છે
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer