સેલ્ફ પ્રમોશન માટે લખલૂટ ખર્ચ, સેના માટે નાણાં નથી

સૈન્યમાં નોકરી ઘટાડવાની દરખાસ્તના મુદ્દે વડા પ્રધાન મોદી પર કૉંગ્રેસના પ્રહાર રફાલ સોદાનો બચાવ કરવા સરકાર આર્મી ચીફને શા માટે આગળ કરી રહી છે : અભિષેક સિંઘવી
 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 12 : સૈન્યમાં દોઢ લાખ નોકરીઓ ઘટાડવાના અહેવાલ વચ્ચે કૉંગ્રેસે બુધવારે વડા પ્રધાન મોદી પર તેમના સેલ્ફ પ્રમોશન માટેના લખલૂટ ખર્ચ અને લશ્કરને નાણાકીય રીતે અછતમાં રાખવા બદલ આકરા પ્રહારો કર્યા હતા. જો આ દરખાસ્ત સાચી
હોય તો એવો સવાલ કરતાં કૉંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, સૈનિકોની શહાદતમાંથી પણ રાજકીય લાભ મેળવવાનું ભાજપના ડીએનએમાં છે.
સંરક્ષણ મંત્રાલય લશ્કરમાં દોઢ લાખ જેટલી નોકરીઓ ઘટાડવા માગે છે એવી દરખાસ્ત જો સાચી હોય તો મોદી સરકાર વધુ રોજગારનો નાશ કરવા માટે ગુનેગાર છે. આ નિર્ણયથી દોઢ લાખ પરિવારોને ગંભીર અસર થશે એમ સિંઘવીએ અત્રે પત્રકારોને જણાવ્યું હતું.
`જો સરકારે છેલ્લાં 4.5 વર્ષમાં વડા પ્રધાનની પ્રસિદ્ધિ માટે રૂપિયા 5000 કરોડનો ખર્ચ કર્યો હોય તો તેણે શા માટે આટલી રકમનો આપણા સશત્ર દળો માટે શત્રો અને દારૂ ગોળો ખરીદવામાં ઉપયોગ ન કર્યો? એવો સવાલ સિંઘવીએ કર્યો હતો અને એવા મીડિયા અહેવાલોને ટાંક્યા હતા જેમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, રોજગારી ઘટાડવાથી નાણાંની અછત અનુભવતા લશ્કરના રૂપિયા 5000થી 7000 કરોડ બચશે જે શત્રોની ખરીદીમાં વાપરવામાં આવશે.
ભાજપ સરકાર પર વધુ પ્રહારો કરતાં કૉંગ્રેસે એવો સવાલ કર્યો હતો કે, મોદી તેમના ફિટનેશ વીડિયો પાછળ 35 લાખ ખર્ચી શકે છે, પેટ્રોલપંપો પર પોતાની તસવીરો પાછળ રૂપિયા 60 કરોડ ખર્ચી શકે છે. ભાજપના મુખ્યાલયોની કાયાપલટ માટે રૂપિયા 1100 કરોડ ખર્ચી શકે છે અને વિદેશી પ્રવાસો પાછળ રૂપિયા 2000 કરોડ ખર્ચી શકે છે તો પછી લશ્કરને પૂરતાં નાણાં શા માટે આપવામાં આવતાં નથી?
મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર સેન્ટ્રલ ટૅક્સ નાખીને રૂપિયા 11 લાખ કરોડની કમાણી કરી લીધી છે અને રફાલ વિમાનની ખરીદીમાં રૂપિયા 41,000 કરોડ વધુ ચૂકવી દીધા છે, પરંતુ તે ભારતીય આર્મી પાછળ રૂપિયા 5000થી 7000 કરોડ ખર્ચી શકતી નથી, એમ સિંઘવીએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય સુરક્ષા સાથે `પદ્ધતિસર સમાધાન' કરવાનો મોદી શાસન પર આરોપ મૂકતા કૉંગ્રેસના આ નેતાએ 2014થી જમ્મુ-કાશ્મીરમાં 410 સૈનિકોની શહીદી અને 2015થી માઓવાદી હુમલાઓમાં 243 સૈનિકોની શહીદી માટે મોદી સરકારને જવાબદાર ગણાવી હતી.
36 રફાલ વિમાનોની પ્રાપ્તિ માટેના સરકારના નિર્ણયનો જોરદાર બચાવ કરતા ભારતીય હવાઇ દળના વડા ઍર ચીફ માર્શલ બી. એસ. ધનોઆને જવાબ આપતાં કૉંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રફાલ જેટ ખરીદીને વ્યાજબી ઠરાવવા સરકાર હવાઈ દળના વડાને શા માટે આગળ કરી રહી છે?
Published on: Thu, 13 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer