સર્જિકલ સ્ટ્રાઈકમાં દીપડાના મળ-મૂત્રથી સેનાને મળી હતી મદદ

સર્જિકલ સ્ટ્રાઈકમાં દીપડાના મળ-મૂત્રથી સેનાને મળી હતી મદદ
નગરોટા કોર્પ્સ કમાન્ડર રહેલા લેફ્ટેનન્ટ જનરલ નિંબોલકરે કર્યો ખુલાસો
 
નવી દિલ્હી, તા. 12 : જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને કરેલી સર્જીકલ સ્ટ્રાઈકમાં દીપડાના મળ-મૂત્રથી સેનાને મદદ મળી હતી. સેનાના નગરોટા કોર્પ્સ કમાન્ડર રહેલા લેફ્ટેનન્ટ જનરલ રાજેન્દ્ર નિંબોરકરે પુણેમાં આ જાણકારી આપી હતી. પુણેના થોર્લે બાજીરાવ પેશવે પ્રતિષ્ઠાને સર્જીકલ સ્ટ્રાઈક દરમિયાન રાજેન્દ્ર નિંબોલકરે આપેલા યોગદાન બદલ સન્માનિત કર્યા હતા.
કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં નિંબોલકર બ્રિગેડ કમાન્ડર પણ રહી ચૂક્યા છે. તેમણે સમગ્ર વિસ્તારની જૈવ વિવિધતાનો ઉંડો અભ્યાસ કર્યો છે. આ સંદર્ભે નિંબોલકરે કહ્યું હતું કે, સર્જીકલ સ્ટ્રાઈક દરમિયાન આવતા જંગલોમાં અવારનવાર દીપડા શ્વાનોનો શિકાર કરતા હોવાથી શ્વાન રાત્રીના સમયે ડરના કારણે છૂપાઈને રહે છે અને આ રાત્રીના સમયે ંશ્વાનો જવાનો ઉપર હુમલો કરે તેવી સંભાવના પણ હતી. આ પડકારને દૂર કરવા રસ્તામાં આવતા ગ્રામ્ય વિસ્તારોની આસપાસ દીપડાના મળ-મૂત્ર ફેંકવામાં આવ્યા હતા. રણનીતિ કારગત રહેતા શ્વાનોએ ડરના માર્યા જવાનોની આસપાસ ફરકવાની પણ હિંમત કરી નહોતી. 

Published on: Thu, 13 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer