રફાલ કરારને હવાઈ દળના વડાનું સમર્થન : ચીન, પાક. સામે મુકાબલા માટે આધુનિકીકરણ જરૂરી

રફાલ કરારને હવાઈ દળના વડાનું સમર્થન : ચીન, પાક. સામે મુકાબલા માટે આધુનિકીકરણ જરૂરી
નવી દિલ્હી, તા. 12: રફાલ કરાર ઉપર વિપક્ષ દ્વારા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર સતત પ્રહારો થઈ રહ્યા છે. તે સમયે ભારતીય વાયુસેનાએ આ કરારનું સમર્થન કર્યું છે. વાયુસેનાન ચીફ બી.એસ. ધનોઆએ ચીન અને પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને રફાલ વિમાનને દેશની હવાઈ સીમાની રક્ષા માટે ખૂબ જ જરૂરી ગણાવ્યા હતા. ધનોઆના મતે આપણા પાડોસી દેશો પરમાણુ હથિયારો ધરાવે છે અને વર્તમાન સમયમાં પોતાના યુદ્ધવિમાનના આધુનિકીકરણમાં વ્યસ્ત છે. આ સમયે રાફેલ ભારત માટે ઉપયોગી સાબિત થશે. 
`ભારતીય વાયસેનાની સંરચના, 2035' વિષય ઉપરના કાર્યક્રમમાં ધનોઆએ કહ્યું હતું કે, રફાલ અને એસ-400 મારફતે સરકાર વાયુસેનાને મજબૂત બનાવવાની કામગીરી કરી રહી છે. છેલ્લા એક દશકામાં ચીને ભારતની સરહદથી જોડાયેલા સ્વાયત ક્ષેત્રમાં રોડ, રેલ અને એરફિલ્ડનો ખૂબ જ જડપથી વિકાસ કર્યો છે. તેવામાં મુશ્કેલીના સમયે રાફેલ ઉપયોગી સાબિત થશે. ધનોઆએ ઉમેર્યું હતું કે, સૂત્રો પાસેથી મળેલી વિગત પ્રમાણે ચીન પાસે 1700 જેટલા એરક્રાફ્ટ છે. જેમાંથી 800 ફોર્થ જનરેશનના છે. પાકિસ્તાને પણ એફ-16 યુદ્ધવિમાનની ફ્લીટને અપગ્રેડ કરી છે અને તેને ચોથા અને પાંચમા જનરેશનમાં બદલવામાં આવી રહ્યા છે.
Published on: Thu, 13 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer