ગોલ્ડન ગર્લ સ્વપ્નાને હવે ખાસ બનાવટના બૂટ મળશે

નવી દિલ્હી તા.14: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સ્વપ્ના બર્મન હવે કસ્ટમાઇઝ બૂટ પહેરીને સ્પર્ધામાં ભાગ લઇ શકશે. કારણ કે સ્પોર્ટસ ઇન્ડિયાએ એડિડાસ કંપની સાથે કરાર કર્યોં છે. આથી આ મહિલા એથ્લેટને 12 આંગળીવાળા વિશેષ પગમાં ફીટ બેસી શકે તેવા ડિઝાઇન કરેલા બૂટ બનાવીને મળશે. સાઇના મહાનિર્દેશક નીલમ કપૂરે સ્વપ્ના બર્મનનો મામલો જાણ્યા બાદ તુરત નિર્દેશ આપ્યો છે. આથી સ્વપ્નાને હવે સ્પેશ્યલ બૂટ મળશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે જાકાર્તા એશિયન ગેમ્સમાં હેપ્ટાથલોનમાં સ્વપ્ના બર્મને ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તેના બન્ને પગમાં 6-6 આંગળીઓ છે. આમ છતાં તેણે સામાન્ય બૂટ પહેરીને તકલીફ સાથે આ સ્વર્ણિમ સફળતા મેળવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer