પોલૅન્ડની બૉક્સિંગ સ્પર્ધામાં મેરિકોમ ફાઇનલમાં

પોલૅન્ડની બૉક્સિંગ સ્પર્ધામાં મેરિકોમ ફાઇનલમાં
નવી દિલ્હી તા.14: પોલેન્ડમાં રમાઇ રહેલ ઇન્ટરનેશનલ સિલેસિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સ્ટાર મુકકેબાજ મેરિકોમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.  પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરિકોમે રિંગમાં પગ મુકયા વગર 48 કિલો વર્ગમાં સેમિમાં જગ્યા બનાવી હતી. સેમિમાં મેરિકોમે યૂક્રેનની હન્ના ઓખોટાને આસાનીથી પછાડી હતી. આથી તેના માટે હવે ઓછામાં ઓછો રજત ચંદ્રક નિશ્ચિત બની ગયો છે. મેરિકોમ સિવાય ભારતની સરિતા દેવી, રિતુ ગ્રેવાલ, લવલીના બોરગોહન, મનીષકુમારી અને પૂજા રાની પણ તેમના વર્ગના સેમિ ફાઇનલમાં પહોંચી ચૂકી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer