શૂટિંગ વર્લ્ડ કપ જુનિયરમાં વધુ બે ગોલ્ડ : સિનિયરમાં ગુરપ્રિતને સિલ્વર

શૂટિંગ વર્લ્ડ કપ જુનિયરમાં વધુ બે ગોલ્ડ : સિનિયરમાં ગુરપ્રિતને સિલ્વર
ચાંગવોન (દ. કોરિયા) તા.14: ગુરપ્રિતસિંહે આજે અહીં આઇએસએસએફ શૂટીંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સીનીયર પુરુષ સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં તેના નામે સિલ્વર મેડલ કર્યોં હતો. બીજી તરફ ભારતના જુનિયર નિશાનેબાજોએ તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને વધુ બે ગોલ્ડ મેડલ કબજે કર્યાં હતા. જેમાં 16 વર્ષીય વિજયવીર સિધ્ધૂએ જુ. પુરુષોની 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં અને રાજકંવરસિંહ સંધૂ અને આદર્શસિંહે મળીને ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યાં હતા. શૂટીંગ વર્લ્ડ કપમાં ભારત શ્રેષ્ઠ દેખાવ કરીને 11 ગોલ્ડ, 9 સિલ્વર અને 7 બ્રોન્ઝ મળીને કુલ 27 મેડલ સાથે મેડલ ટેલીમાં ત્રીજા સ્થાન પર છે. વિજયવીર સિધ્ધૂએ 572ના સ્કોર સાથે પહેલું સ્થાન મેળવ્યું હતું. જયારે સીનીયર સ્પર્ધામાં ગુરપ્રિતસિંહ 579ના સ્કોર સાથે બીજા નંબર પર રહ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer