ડૉલરની નબળાઈથી સોનામાં નજીવો સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 14 : ડોલરની તેજીએ થાક ખાતા નરમાઇ વચ્ચે સોનામાં સુધારો હતો. જોકે અમેરિકા ચાલુ મહિનાની બેઠકમાં વ્યાજદર વધારે તેવી શક્યતા ઊંચી દેખાતી હોવાથી સોનાનો સુધારો મર્યાદિત રહ્યો છે. ન્યૂ યૉર્કમાં 1207 ડોલરના સ્તરે સોનું હતું. વધીને 1209 સુધી ગયું હતું. 
એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતો ગુરુવારે 0.4 ટકા ઘટીને 41 લાખ ઔંસ જેટલી થઇ ગઇ હતી. એપ્રિલમાં અનામતો રેકર્ડબ્રેક ઉંચાઇ ઉપર હતી. ન્યૂ યૉર્કમાં ચાંદીનો ભાવ ઔંસદીઠ 14.20 ડોલરની સપાટીએ હતો.
રાજકોટમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂા. 30ના સુધારામાં રૂા. 31,580ની સપાટીએ હતું. ચાંદી એક કિલોએ રૂા. 150 ઘટતા રૂા. 37,300 હતી. મુંબઇ સોનું રૂા. 110 વધી રૂા. 30,710 અને ચાંદી રૂા. 36,595ની સપાટીએ સ્થિર હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer