સેબી 18 સપ્ટેમ્બરની મિટિંગમાં એનએસઈએલ કેસનો નિર્ણય લેશે

મુંબઈ, તા. 14 : સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી) નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) માં રૂા. 40 અબજના ઈન્વેસ્ટર ડિફોલ્ટમાં સંકળાયેલા 116 બ્રોકર્સ વિરુદ્ધ આવતા સપ્તાહે પગલાં લેવાનું વિચારશે. ડિફોલ્ટની કુલ રકમ રૂા. 54 અબજ છે અને તેમાં 147 બ્રોકર્સ સંકળાયેલા છે. સેબીમાં રજિસ્ટર્ડ બ્રોકર્સ વિરુદ્ધ જ પગલાં લેવાશે. બાકીના 31 સેબીના દાયરામાં નથી આવતાં.
સેબી 18 અૉગસ્ટની મિટિંગમાં આ બાબત વિશે નિર્ણય લેશે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) એ તૈયાર કરેલા અહેવાલને પગલે આ નિર્ણય લેવાશે. જાણકાર સૂત્રએ કહ્યું કે 17 બ્રોકર્સે કુલ રકમના 80 ટકા ડિફોલ્ટ કર્યા છે. કાનૂની સૂત્રોએ કહ્યું કે બ્રોકર્સને ઊંચી રકમની પેનલ્ટી ચૂકવવી પડશે, બજારમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ આવશે અથવા તેના `ફિટ એન્ટ પ્રોપર' સ્ટેટસને ખોવું પડશે. નિર્ણય આવી જતાં પાંચ વર્ષથી જૂના કેસનો અંત આવશે જેમાં નામાંકિત બ્રોકર્સ અને 13,000 રોકાણકારો સંકળાયેલા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer