અમિત શાહે સજોડે લાલબાગચા રાજાનાં દર્શન કરી આશીર્વાદ લીધા

અમિત શાહે સજોડે લાલબાગચા રાજાનાં દર્શન કરી આશીર્વાદ લીધા
મુંબઈ, તા. 14 : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પત્ની સાથે આજે બપોર પછી `લાગબાગચા રાજા' ના દર્શન કર્યાં હતાં. મુંબઈ ભાજપના વડા આશિષ શેલાર અમિત શાહને એરપોર્ટ પર લેવા ગયા હતા. ત્યારબાદ અમિત શાહે બાંદરામાં ગોવાના માલસા દેવી મંદિરની થીમ પર ડેકોરેટ કરાયેલ શેલારના ગણપતિ મંડળની મુલાકાત લીધી હતી. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત તેમના સમયપત્રકમાં નહોતી. અમિત શાહે પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત પણ લીધી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બધાં જ ગણપતિ મંડળોમાં અને સિદ્ધિવિનાયક મંદિરમાં શાહ સાથે રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer