બીએસઈ એસએમઈ પ્લૅટફૉર્મ ઉપર બે કંપનીઓ લિસ્ટ થઈ

બીએસઈ એસએમઈ પ્લૅટફૉર્મ ઉપર બે કંપનીઓ લિસ્ટ થઈ
લિસ્ટ થયેલી એ-1 ઍસિડ 268મી અને ડોલ્ફિન રબર 269મી કંપની બની
મુંબઈ, તા. 10 : ઈન્ડસ્ટ્રીયલ ઍસિડ અને કેમિકલ્સના વેપાર સાથે સંકળાયેલી એ-1 ઍસિડ આજે બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થનારી 268મી કંપની બની છે. 
કંપનીએ શૅર દીઠ રૂા.10ના 30,00,000 ઈક્વિટી શૅર્સ રૂા.60ની કિંમતે ઈસ્યૂ કર્યા હતા. આ રકમ અંદાજે રૂા.1800 લાખ થઈ હતી. કંપનીનો પબ્લિક ઈસ્યૂ 1 અૉક્ટોબર, 2018ના પૂરો થયો હતો. 
ગુજરાતની એ - 1 ઍસિડની રજિસ્ટર્ડ અૉફિસ અમદાવાદમાં છે. કંપનીના લીડ મૅનેજર કોલકાતાની ગિનીઝ કોર્પોરેટ એડવાઈઝર્સ પ્રા. લિ. છે. 
ટાયર ઉદ્યોગને સપોર્ટ કરતી અૉટો અને એડીવી (એનિમલ ડ્રિવન વ્હિકલ)ની ટયૂબ બનાવતી ડોલ્ફિન રબર્સ આજે બીએસઈ એસએમઈ એક્સચેન્જ ઉપર લિસ્ટ થનારી 269મી કંપની બની છે. 
કંપનીએ શૅર દીઠ રૂા.10ના 20,00,000 ઈક્વિટી શૅર્સ રૂા.26ની કિંમતે ઈસ્યૂ કર્યા હતા. આ રકમ અંદાજે રૂા.529 લાખ થઈ હતી. કંપનીનો પબ્લિક ઈસ્યૂ 1 અૉક્ટોબર, 2018ના પૂરો થયો હતો. 
પંજાબની ડોલ્ફિન રબર્સની રજિર્સ્ટ અૉફિસ લુધિયાણામાં છે. કંપનીના લીડ મૅનેજર કોલકાતાની ગિનીઝ કોર્પોરેટ એડવાઈઝર્સ પ્રા. લિ. છે. 
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થયેલી 269 કંપનીઓએ બજારમાંથી રૂા.2683.76 કરોડનું ભંડોળ મેળવ્યું છે. 10 અૉક્ટોબર, 2018ના રોજ આ 269 કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન  રૂા.18,434.11 કરોડ છે. બીએસઈ 59.25 ટકા બજાર હિસ્સા સાથે આ સેગમેન્ટમાં અગ્રણી છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer