બોરીવલીના મેદાન પર દાંડિયા ન જોઈએ : હાઈ કોર્ટમાં થઈ પિટિશન

મુંબઈ, તા. 10 : નવરાત્રોત્સવ દરમિયાન મેદાન ઉપલબ્ધ કરી આપવાના ધોરણો રાજ્ય સરકારે બનાવ્યાં છે. નવરાત્રીમાં નવે-નવ દિવસ મેદાનો બુક થઈ જતાં હોવાથી છોકરાઓ રમતગમતથી દૂર રહેશે, તેવો દાવો કરતી જનહિતની અરજી એક પત્રકારે હાઈ કોર્ટમાં કરી છે. 
બોરીવલીના એક મેદાનના સંદર્ભમાં અરજી દાખલ કરતી વખતે પત્રકાર વિનાયક સાનપે રાજ્ય સરકારના નિર્ણયનું ઉદાહરણ આપ્યું હતું.  આ મેદાનમાં ક્રિડા સંકુલ ઊભો કરવાનો મ્હાડાનો વિચાર છે, પરંતુ આ મેદાનનો ઉપયોગ ધંધાદારી કાર્યક્રમ, જાહેર કાર્યક્રમ, લગ્નસમારંભ વગેરે માટે ભાડા પર આપવામાં આવે છે, તેવો આરોપ ઍડ્વોકેટ મયૂર ફારિયાએ અરજદાર તરફથી કર્યો હતો. ગ્રાઉન્ડમાં ગરબા અને દાંડિયા સાંજે થતાં હોવા છતાં છોકરાઓને દિવસે મેદાનમાં જતાં રોકવામાં આવે છે, એવા આરોપ સાથે મેદાન પર દાંડિયાની પરવાનગી નહીં આપવાની માગણી આ અરજીમાં કરવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer